Board Message

Presidents Message

આપણું એસોસિએશન ૪૫ વર્ષ પૂર્ણ કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયું છે. ત્યારે આજે ૪૫માં વાર્ષિક સાધારણ સભાના શુભ અવસરે આપ સર્વોનું સ્વાગત કરતા ગર્વ અને હર્ષની લાગણી અનુભવુ છું, સતત ૭ વર્ષ સુધી આપ સૌએ મારામાં જે વિશ્વાસ મુકેલ છે, તે બદલ હું આપસૌનો ખુબ જ ઋણી છું.

“સંઘે શક્તિ કલિયુગે” કલિયુગમાં સંગઠન મજબૂત હશેતો ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે થી આપણે માર્ગ કાઢી શકીશું. GCBMA સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ગત સાલે ૪૮૮ સભ્યો હતા. તેમાંથી ૪૮ સભ્યો ટર્મિનેટ કરેલા અને નવા ૫૮ સભ્યો ચાલુ સાલે ઉમેરતા કુલ સભ્ય સંખ્યા ૪૯૮ સુધી પહોચાડવામાં આપણે સફળ થયા છીએ, આપણે લક્ષ્યાંકો હંમેશા ઉચા રાખ્યા છીએ અને જે પરિપૂર્ણ પણ કર્યા છે. હવે આ સભ્ય સંખ્યા ૬૦૦ સુધી લઈ જવાની આપ સૌના સહકારની અપેક્ષાની આશા રાખું છું આપણી માતૃસંસ્થા FCBM માં ભારતના બધાજ રાજ્યના કોરૂગેટેડ બોક્સ મેન્યું. એસોસિએશનમાં સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.

ચાલુ વર્ષમાં જાન્યુઆરી ૨૦૧૭ થી પેપર મિલો દ્વારા ક્રાફટ પેપરના ભાવોમાં થયેલ અસહય વધારાને પહોચી વળવા ગુજરાતમાં અમદાવાદ, છત્રાલ, હિમતનગર, સૂરત, મોરબી, વાપી, રાજકોટ, વડોદરા વગેરેમાં આપણા સભ્યો સાથે મીટીંગોનું આયોજન કરેલ, મીડિયા તથા પ્રેસમાં માહિતી આપેલ અને કઈ રીતે આપણે આપણી પ્રોડ્કટ ના ભાવોમાં વધારો મેળવી શકીએ તેનું સર્વ મિત્રોના સહકારથી માર્ગદર્શન આપેલ.

ચાલુ સાલે બે ટેકનીકલ સેમિનારો સૂરત અને રાજકોટ ખાતે કરેલા તેમાં મોટી સંખ્યામાં આપણા મિત્રોએ હાજર રહી ટેકનીકલ અને GST ઉપર વિધ્વાન તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મેળવેલ.

વર્ષ દરમિયાન વિદેશમાં અને ભારતમાં થતા આપણી ઈન્ડસ્ટ્રીઝ ને લગતા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. વિશેષ કરીને ચાઈનામાં “SINO CORR EX PO” માં ગુજરાતમાંથી લગભગ ૧૦૦ કરતા વધારે સભ્યોએ ભાગ લીધો.

દર વખતની જેમ આપણા એસોસિએશનના સભ્યોના લાભાર્થે થતા વિવિધ કાર્યક્રમોમાં જે કમિટિના સભ્યો ઓફીસબેરર્સ, ટ્રસ્ટીશ્રીઓ એ જે સહયોગ આપેલ છે તે બદલ સર્વોનો ખુબખુબ આભાર વ્યક્ત કરું છું તેમજ એસોસિએશનના વિકાસમાં જે મિત્રોએ તન મન ધનથી મદદ કરી છે તેવા સર્વ મિત્રોનો આભાર માનું છું અને બિરદાવું છું.

આવનાર સમયમાં આપણી સંસ્થાના વિકાસ સાથે સર્વ સભ્યોનો પણ ખુબ ખુબ વિકાસ થાય, પ્રગતિ કરે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે, ૭ વર્ષ સુધી મારામાં મુકેલ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર

એજ આપનો
પ્રહલાદભાઈ યુ. પટેલ, પ્રમુખ, GCBMA