Board Message

Presidents Message

Call Us

+91 70691 19111

સ્નેહી કોરુંગેટેડ મિત્રો તેમજ બંધુઓ

આપણું એસોસીએશન એટલે કે ગુજરાત કોરુંગેટેડ બોક્સ મેન્યુફેક્ચર ચેરિટેબલ એસોસીએશન ને લગભગ ૫૩ વર્ષ પૂરા થવા આવ્યા છે. આ દરમ્યાન આપણા એસોસીએશનને ઘણા પરિવર્તનો જોયા છે. અને હજુ ખૂબ મોટા પરિવર્તનો માટે તૈયાર રહેવું પડશે. ટેક્નોલોજી નું અપગ્રેડેશન કરીને પ્રોડક્શન બહેતર બનાવીને આપણું તથા આપણાં રાષ્ટ્રનું ભવિષ્ય બેહતર બનાવીશું.

આપણાં સૌના વિકાસ નું સાર્વભૌમિક સૂત્ર “ સૌનો સાથ સૌનો વિકાસ “ ને સાર્થક કરવા માટે સરકારશ્રી ના પૂરક બનીને GCBMA ની ગરીમાં વધારવામાં તમામ માનનીય પૂર્વ પ્રમુખશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ તેમજ એસોસીએશનના સભ્યશ્રીઓએ ખુબજ જહેમત ઉઠાવેલ છે. આ ગરિમા ને વધુ ઉજ્જવળ બનાવવા તથા ઇષ્ટતમ શિખર સુધી લઈ જવા માટે આપણે આ સત્તત ચાલતી પ્રક્રિયામાં નિરંતર સહભાગી થવાનું છે.

આપણું એસોસીએશન તમામ સભ્યશ્રીઓની મદદ કરવા માટે ચિંતિત છે. આપણું એસોસીએશન ટેકનિકલ સેમિનારો અને ધંધાની નાનામાં નાની માહિતી આપણાં સભ્યો સુધી પહોંચાડવા “THE CORRUGATOR” મેગેઝિન FCBM ધ્વારા તેમજ GCBMA ધ્વારા “GCBMA TIMES” નામનું મેગેઝિન વિના મૂલ્યે સભ્યશ્રીઓને પહોંચાડવામાં આવે છે. તદઉપરાંત આપણે આપણા એસોસીએશનની અમદાવાદ-ભાડજ સર્કલ પાસે આવેલ ઓફિસમાં ટેસ્ટિંગ લેબોરેટરીની કામગીરી પણ શરૂ કરેલ છે. અને ઓફિસ પણ રેગ્યુલર ચાલુ કરેલ છે. આ ઉપરાંત આપણું એસોસીએશન Exhibition (India) તેમજ International Exhibition નું પણ આયોજન કરે છે. તેમજ એન્યુઅલ જનરલ મીટિંગનું પણ દર વર્ષે આયોજન કરે છે, જેમાં આપણે વિવિધ આપણી ઇંડસ્ટ્રીઝને લગતા રો-મટિરિયલ ના વેપારી મિત્રો સાથે મળવાની તેમજ ધંધાકીય માહિતી મેળવવા માટેની તકો સાંપડે છે, અને આપણાં એસોસીએશનને લગતી માહિતી પણ આપણે આપણા સભ્યોને મેઇલ દ્વારા જણાવીએ છીએ.

આ ઉપરાંત આપણી માતૃસંસ્થા FCBM ધ્વારા પણ સેમિનાર, Exhibition તેમજ મીટિંગ ના વિવિધ સ્થળોએ આયોજન થતાં રહે છે.

આવનાર સમયમાં આપની સંસ્થા અવિરત પણે વિકાસ કરતી રહે, સાથે સાથે આપ સર્વ પણ ખુબજ વિકાસ કરતાં રહો તેવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાથના. આ ઉપરાંત દરેક સભ્ય મિત્રો ને વિંનતી છે કે જૂના અથવા નવા મિત્રો કોરરૂગટેડ બોક્સના વ્યવસાય સાથે જોડાયેલ હોય અને આપણાં એસોસીએશનના સભ્ય બનાવવાના રહી ગયા હોય તેવા યુનિટના મિત્રોને આપણાં એસોસીએશનના સભ્ય બનવા માટે આપ સૌ યથા યોગ્ય સહકાર આપશો તેવી આશા રાખું છું.

અંતમાં સર્વ સભ્યોના સહયોગ થકી આપણે આ મંજીલે પહોંચ્યા છીએ. તમામે તમામ નો ઋણ સ્વીકાર કરું છું.

એજ. લી. આપનો
દિપક જે. પટેલ, પ્રમુખશ્રી, (GCBMA)